સાબરકાંઠામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લાની ૧૧૬૨ પ્રાથમિક શાળાઓમાં નિબંધ સ્પર્ધા યોજાઇ
સાબરકાંઠામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લાની ૧૧૬૨ પ્રાથમિક શાળાઓમાં નિબંધ સ્પર્ધા યોજાઇ
વિકાસ સપ્તાહની ઉજવણી
વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા ગ્રહણ કરી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તા.૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધ કાર્યક્રમો રાજયભરમાં યોજાઈ રહ્યાં છે. વિકાસ સપ્તાહ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની ૧૧૬૨ પ્રાથમિક શાળાઓમાં નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. સાથે જ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરી વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
#VikasSaptah
#23YearsOfGoodGovernance
Comments
Post a Comment