sabarkantha news :પદયાત્રીઓ માટે જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલના હસ્તે વિસામો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

sabarkantha news :પદયાત્રીઓ માટે જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલના હસ્તે વિસામો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં ભાદરવી પુનમે મા અંબાના દર્શને જતા પદયાત્રીઓ માટે હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલના હસ્તે વિસામો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાબરકાંઠા એસપી શ્રી વિજય પટેલે જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમે પગપાળા જતા યાત્રીઓને સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી અને રાત્રી રોકાણ માટે વિસામાનુ આયોજન કરવામાં આવ્યું છે. અહીં વિસામામાં પદયાત્રીઓ આરામ કરી શકશે, ભોજન તેમજ શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ હેડ ક્વાર્ટરમાં આયોજન કરવાનું મુખ્ય કારણ પોલીસ સાથે લોકો જોડાઈ શકે તેમજ પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટી શકે. તેમને પદયાત્રીઓને અહીં આવી આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. CMO GujaratGujarat InformationSabarkantha District PanchayatSabarkanthaPolice

Comments