સાબરકાંઠા ન્યૂઝ : બહેરામુંગા મોતીપુરા ખાતે હિયરએન્યુ ઇન્સ્ટુમેન્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો

 

સાબરકાંઠા ન્યૂઝ : બહેરામુંગા મોતીપુરા ખાતે હિયરએન્યુ ઇન્સ્ટુમેન્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો

**

સાંસદ શ્રીની ગ્રાન્ટમાંથી આ હિયરએન્યુ ઇન્સ્ટુમેન્ટ વિતરણ કરાયું

**


         સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બહેરમુંગા શાળા મોતીપૂરા ખાતે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં હિયરએન્યુ ઇન્સ્ટુમેન્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. 


     આ પ્રસંગે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ વડાપ્રધાન શ્રીને જન્મ દિવસની શુભેચ્છે પાઢવી જણાવ્યું હતું કે, વિકસિત ભારતના પ્રણેતા  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે આજે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રીની લોક કલ્યાણકારી યોજનાઓ આજે છેવાડાના માનવી સુધી પહોંચી છે. તેમના આ સેવા કાર્યોમાં અમે પણ નાનો મોટો ફાળો આપી વિકસિત ભારત સંકલ્પના સાકાર કરવા સહભાગી બની રહ્યા છીએ. 

   આ કાર્યક્ર્મમાં હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલાએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રીના જન્મ દિન ને સાંકળીને સાંસદશ્રીએ ખુબ જ ઉમદા માનવીય કાર્ય કર્યું છે.  જે બાળકો સાંભળી નથી શકતા તેમના માટે પોતાની ગ્રાંટ માંથી ફાળો આપી સાંભળવામાં મદદ મળે તેવા યંત્ર થકી આ બાળકોને ખુબ લાભ મળશે. વધુમાં તેમને ઉમેર્યું કે, સારા કાર્યો માટે આપણા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજ્યની તીજોરી ખુલ્લી રાખી છે. વડાપ્રધાન શ્રી મોદીના શાસનમાં સારા કાર્યો માટે પૈસા ખુટવાના નથી. સામાજીક સંસ્થાઓ, અગ્રણીઓ હંમેશા સારા કાર્યોમાં મદદરૂપ બને છે.      

     ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમ યોજાયો જે અંતર્ગત હિંમતનગર બહેરમુંગા શાળા ખાતે હિયરએન્યુ ઇન્સ્ટુમેન્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદશ્રીની ગ્રાન્ટ માંથી આ  ૧૩ લાખથી વધુની કિંમતના હિયરએન્યુ ઇન્સ્ટુમેન્ટ આ શાળાના ૧૨૫ બહેરા મૂંગા બાળકોને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.

      આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શ્રીમતી ભારતીબેન પટેલ, જિલ્લા કલેકટર શ્રી ડો રતનકંવર ગઢવીચારણ, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલ ઉપાધ્યાય, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકબેન પટેલ, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, ડૉ ચીમનભાઈ પટેલ, ભાનુભાઇ ભટ્ટ, શ્રી મહેન્દ્રસિંહ બારૈયા,  શ્રી મહેન્દ્રસિંહ રહેવર શાળાના બાળકો, શિક્ષકો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.




Comments