સાબરકાંઠા સમાચાર: સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો પ્રારંભ કરાયો

  

“સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”

*******

સાબરકાંઠા સમાચાર: સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો પ્રારંભ કરાયો  


***

સાબરકાંઠા જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” ના થીમ સાથે સામૂહિક સફાઈ કાર્યક્ર્મ યોજાયો  


**

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે  સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો પ્રારંભ કરાયો જેમાં જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” ના થીમ સાથે સામૂહિક સફાઈ કાર્યક્ર્મ યોજાયો. આ સફાઇ અભિયાનમાં મહાનુભવોએ ટાઉન હોલ ખાતે થી ભોલેશ્વર બ્રિજ બાજુ સફાઇ કરી અભિયાનની શરૂઆત કરાવી હતી.  

     સાંસદ શ્રીએ આ પ્રસંગે જણાવ્યું કે,  “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” ના થીમ સાથે દેશમાં “સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન ની શરૂઆત કરાઇ છે. આ સ્વચ્છતા પખવાડિયા પૂરતી સીમીત ન બનતા આપણા સંસ્કાર બને તે ખુબ મહત્વનું છે. સ્વચ્છતાના આગ્રહી બની ઘર, આંગણુ,  શેરી થકી આપણા ગામ અને શહેરને સ્વચ્છ બનાવી જિલ્લા અને રાજ્યને દેશને સ્વચ્છ બનાવીએ. આપણા વડાપ્રધાન શ્રીના જન્મ દિન શરૂ થયેલા આ સેવા યજ્ઞમાં જોડાએ. બાળકોને ખાસ સ્વચ્છતાના મહત્વને સમજાવી કચરો કચરા પેટીમાં નાખીએ. બને તેટલો પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળીએ. 

  વધુમાં તેમણે ઉમેર્યું કે, હિમાચલ દેશનુ પ્રથમ પ્લાસ્ટીક મુક્ત રાજ્ય બન્યું એમ ગુજરાતને પણ પ્લાસ્ટીક મુક્ત બનાવી દેશને સ્વચ્છ અને સ્વસ્થ બનાવામાં સહભાગી બનીએ.     


   આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલાએ જણાવ્યું કે,  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિનથી ૧૭ સપ્ટેમ્બર થી મહાત્મા ગાંધીજીના જન્મ દિન  બીજી ઓક્ટોબર દરમિયાન “ સ્વચ્છતા હી સેવા (SHS) “ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી રહી છે. “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” ની થીમ સાથે આ કેમ્પેઈન અન્વયે જિલ્લાને સ્વચ્છ બનાવવાનો છે. આ અભિયાનમાં સરકારી સંસ્થાઓ, એનજીઓ તેમજ જિલ્લાના તમામ નાગરિકોના સહયોગથી સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવશે.જેમાં આપણે સૌ સહભાગી બની સ્વચ્છતાના આગ્રહી બની આપણા શહેર અને ગામડાઓને સ્વચ્છ બનાવીએ.   

    આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી ડો રતનકંવર ગઢવીચારણ, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલ ઉપાધ્યાય, પ્રાન્ત શ્રી ગોસ્વામી, નગરપાલીકા ચીફ ઓફિસર શ્રી ગઢવી, અગ્રણી શ્રી વિજય પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર,  જીનલ પટેલ, અતુલ દિક્ષીત તેમજ અમલીકરણ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થીત રહ્યા હતા.

*******





Comments