સાબરકાંઠા જિલ્લામાં “એક પેડ માં કે નામ” મહાઅભિયાન

 સાબરકાંઠા જિલ્લામાં “એક પેડ માં કે નામ” મહાઅભિયાન  

સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા અને ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાએ વૃક્ષારોપણ કર્યું  

***

     સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર પીપલોદી કેનાલ ફ્રન્ટ ખાતે એક પેડ મા કે નામ અંતર્ગત સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા અને ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાએ વૃક્ષારોપણ કરી વૃક્ષારોપણના  મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.   

      આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા એક પેડ મા કે નામ અભિયાન થકી દરેક નાગરીક પોતાની માતાના સ્મરણાર્થે એક વૃક્ષ વાવે અને ઉછેરે તે ઉદ્દેશ્ય છે. વૃક્ષોનો ઉછેર થાય અને પર્યાવરણ શુધ્ધ અને સ્વચ્છ બને તે માટે આપણે સૌએ વૃક્ષારોપણ કરવું જોઇએ.  

        અત્રે ઉલ્લેખનીય છે કે, વન વિભાગ અને વહિવટી તંત્રના સહિયોગથી પીપલોદી કેનાલ ફ્રન્ટ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિન નિમિત્તે ૫૦૧ વૃક્ષોનું વાવેતર કરાયું હતું.  આ અભિયાનમાં સહભાગી બની જિલ્લાને સ્વચ્છ અને હરિયાળો બનાવીએ. 

    આ કાર્યક્ર્મમાં જિલ્લા પંચાયત શ્રીમતી ભારતીબેન પટેલ,  જિલ્લા કલેક્ટરશ્રી ડો. રતન કંવર ગઢવીચારણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટરશ્રી વાઘેલા, પ્રાન્ત શ્રી ગોસ્વામી, નગરપાલીકા ચીફ ઓફિસર શ્રી ગઢવી, અગ્રણી શ્રી કનુભાઇ પટેલ, શ્રી મહેન્દ્રસિંહ રહેવર, વન વિભાગના અધિકારી કર્મચારી અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહિ વૃક્ષારોપણ કર્યું હતું.  







Comments