કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે ઇડર પાંજરાપોળ સંસ્થાની મુલાકાત લઈ ગૌપૂજન કરી ગૌસેવાની પ્રવૃત્તિઓ નિહાળી
કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે ઇડર પાંજરાપોળ સંસ્થાની મુલાકાત લઈ ગૌપૂજન કરી ગૌસેવાની પ્રવૃત્તિઓ નિહાળી
અત્યાધુનિક પશુ-ચિકિત્સાલયની મુલાકાત લઈ સંચાલકો તથા દાતાશ્રીઓ સાથે વાર્તાલાપ કર્યો
કેબિનેટ મંત્રીશ્રી, વન અને પર્યાવરણશ્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રીશ્રી, વન અને પર્યાવરણશ્રી મુકેશભાઈ પટેલે સાબરકાંઠા જિલ્લાના ઇડર મુકામે આવેલી પાંજરાપોળ સંસ્થાની મુલાકાત લઈ ગાયોને ગોળ ખવડાવી ગૌપૂજન કર્યું હતું. આ ઉપરાંત તેઓશ્રીએ અહીં ચાલતી ગૌસેવાની પ્રવૃત્તિ નિહાળી દાતાશ્રીઓની સેવાભાવનાને બિરદાવી હતી. પાંજરાપોળ સંસ્થા દ્વારા સંચાલિત અત્યાધુનિક પશુ-ચિકિત્સાલયની પણ મુલાકાત લઈ સારવાર વિષયક વિગતો મેળવી હતી. અહીં જાળવવામાં આવતી સ્વચ્છતા અને સુવ્યવથાઓની મંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી. બાદમાં તેઓશ્રીએ સંચાલકો તથા દાતાશ્રીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
ઇડર સ્થિત જીવ દયા માટે ચાલતી ઈડર પાંજરાપોળ સંસ્થા દ્વારા એક પેડ માં કે નામ પર્યાવરણ સંબંધ હેતુ ૧૦ હજારથી વધુ સરગવાના છોડ ધરાવતી “માતૃશ્રી હીરાબા સરગવા વાટિકા”બનાવવામાં આવી છે. કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે આ સરગવા વાટિકાની મુલાકાત લીધી હતી.
આ અવસરે નાયબ વન સંરક્ષકશ્રી હર્ષ ઠક્કર,નાયબ વન સંરક્ષકશ્રી એસ. ડી પટેલ, પ્રાંત અધિકારીશ્રી, પાંજરાપોળ સંસ્થાના પ્રમુખશ્રી,ટ્રસ્ટીશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment